Saturday - May 23, 2026

મોરબીના લીલાપર રોડ પરના કારખાનામાં શ્રમિકે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબીના લીલાપર રોડ પરના કારખાનામાં શ્રમિકે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી : મોરબી શહેરના લીલાપર રોડ પર આવેલ તીર્થંક પેપરમિલની લેબર કોલોનીમાં રહેતા પ્રવીણભાઈ અમરસિંગ રાવત ઉ.22 નામના યુવકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નિપજ્યા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.