મૂળ અમદાવાદનો વતની બાપુ સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરી નામનો ઇસમ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહી છેલ્લા ૧૦ વર્ષથી દુખ દર્દ મટાડવાના ધતિંગ કરતો હતો ઘરમાં પીરના નામે જોવાની ધતિંગ લીલા કરતો હતો જે પતિ પત્નીના ઝઘડામાં ફોટો પર વિધિ વિધાન કરી, ડાકણ, ચુડેલનો આરોપ મૂકી અંદરોઅંદર ઝઘડો કરાવતો હતો માનસિક બીમારીનો ઉપચાર તેમજ તાવીજ દોરા માટે રૂપિયા ૧૧૦૦ જેવી રકમ પડાવતો હોવાનું વિજ્ઞાન જાથાની ટીમને જાણવા મળ્યું હતું જેને પગલે આજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની ટીમે સ્થળ પર પહોંચી પોલીસને સાથે રાખી ધતિંગનો પર્દાફાશ કર્યો હતો. વિજ્ઞાન જાથાની ટીમે આજે ૧૨૬૩ મો સફળ પર્દાફાશ કર્યો હતો વાંકાનેર સીટી પોલીસ ટીમને સાથે રાખી વિજ્ઞાન જાથા ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું અને લોકોને આવા દોરા ધાગાના ધતિંગ સામે જાગૃત બનવા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે અપીલ કરી હતી