Tuesday - Jun 02, 2026

માળીયા (મી)ના કાજેરડા ગામે ભત્રીજા સાથેની માથાકૂટનો ખાર રાખીને કાકા ઉપર ત્રણ શખ્સોનો પાઈપથી હુમલો

માળીયા (મી)ના કાજેરડા ગામે ભત્રીજા સાથેની માથાકૂટનો ખાર રાખીને કાકા ઉપર ત્રણ શખ્સોનો પાઈપથી હુમલો

મોરબી : માળીયા મીયાણાના કાજેરડા ગામે  ભત્રીજા સાથે બોલાચાલી ઝઘડો થયો હોય તે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સોએ કાકા ઉપર પાઇપ વડે હુમલો કરી તેમને ડાબા પગ, કેડ અને માથાના ભાગે માર મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. જેથી ઇજા પામેલા કાકાને સારવારમાં ખસેડાયા બાદ તેમણે આ બનાવ અંગે માળીયા મીયાણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

માળીયા મીયાણાના કાજેરડા ગામે અબ્બાસ બાપુના ઘર પાસે રહેતા અયુબભાઈ ઉમરભાઈ કાજેડીયા (ઉ.વ.35) નામના યુવાને માળિયા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ રમજાનભાઈ મોવર, આર્યન, આબિદ રમજાનભાઈ મોવર રહે. ત્રણેય કાજરડા, માળીયાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભત્રીજા સાથે આરોપીઓને અગાઉ કોઈ મુદ્દે બોલાચાલી ઝઘડો થયો હતો. ભત્રીજા સાથે થયેલી માથાકૂટ મામલે આરોપીઓએ કાકા સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને આરોપીઓએ ઉશ્કેરાય જઈને તેમને ગાળો આપી લોખંડના પાઇપ વડે તેમને શરીરે આડેધડ માર મારીને ડાબા પગમાં ફ્રેક્ચર તથા કેડના ભાગે અને માથાના ભાગે ઇજા કરી હતી જેથી ઇજા પામેલા કાકાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.