Saturday - Oct 03, 2026

વાંકાનેરના જોધપરમાં બાલદાઢીના બાકી પૈસાની ઉઘરાણી મામલે યુવાન પર હુમલો

વાંકાનેરના જોધપરમાં બાલદાઢીના બાકી પૈસાની ઉઘરાણી મામલે યુવાન પર હુમલો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા વિજયભાઈ લખુભાઈ સોલંકી ઉ.વ.36 નામના રીક્ષા ચાલક યુવાને બાલદાઢીના પૈસા બાકી રાખ્યા હોય આરોપી અર્શદ આરીફભાઇ ઉર્ફે હકાભાઈ ભટ્ટી રહે.જોધપર ખારી વાળાએ બાકી પૈસાની ઉઘરાણી કરતા ફરિયાદી વિજયભાઈએ પછી પૈસા આપી દઈશ તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી અર્શદભાઈએ ફરિયાદીને ગાળો આપી, ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારવાની સાથે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.