Monday - May 11, 2026

મોરબીમાં મંદિરની દાનપેટી તોડી બે શખ્સોએ 50 હજારની ચોરી કર્યાની ફરિયાદ

મોરબીમાં મંદિરની દાનપેટી તોડી બે શખ્સોએ 50 હજારની ચોરી કર્યાની ફરિયાદ

દરબારગઢ ચોકમાં નાગનાથ શેરીમાં આવેલ ખોડિયાર માતાજીમાં 5 મેના રોજ થયેલી ચોરીની હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબો શહેરના દરબારગઢ ચોકમાં નાગનાથ શેરીમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરની દાનપેટી તોડી બે શખ્સોએ રૂ.50 હજારની રકમની ચોરી કરતા મંદિરના સંચાલક એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા બન્ને આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં અનુપમ સોસાયટીમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રુષભભાઈ કિરણભાઈ પારેખે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ઋત્વિક ઉજેશભાઈ જોશી રહે.ગ્રીનચોક, કડીયા શેરી મોરબી અને આરોપી વરુણ મનસુખભાઇ ડોડીયા રહે.નગનાથ શેરી, મોરબીના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, બન્ને આરોપીઓએ ગત તા.5 મે ના રોજ સાંજના સમયે દરબારગઢ પાસે નાગનાથ શેરીમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીનું તાળું તોડી રૂ.50 હજારની ચોરી કરી હતી.આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.