મોરબી : હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં ગાંધીભાઈ દલવાડીની વાડીએ રહી ખેતમજૂરી કરતા લીલાબેન અંતરિયાભાઈ ચંગળ ઉ.વ.18 નામની પરિણીતા મોબાઈલ ફોનમાં કોઈ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરતી હોય પતિએ ઠપકો આપતા ગત તા.31ના રોજ લીલાબેનને લાગી આવતા ખડમાં છાંટવાની દવા પી લેતા પ્રથમ ચરાડવા બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.3ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.