હળવદ : આજના સમયમાં યુવાનોમાં સહનશક્તિ ઘટી છે અને માતાપિતાનો મીઠા ઠપકો પણ સહન નથી કરી શકતા ત્યારે આવી જ એક ઘટનામાં હળવદ તાલુકાના કવાડિયા ગામે કામધંધો નહિ કરતા યુવકને પિતાએ કામ કરવા બાબતે ઠપકો આપતા યુવકને મનોમન લાગી આવતા ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે.
હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા અશ્વિનભાઈ ધીરુભાઈ ચારોલા ઉ.વ.29 નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોવાથી યુવકના પિતા ધીરૂભાઇએ અશ્વિનભાઈને કામ ધંધો કરવા માટે ઠપકો આપ્યો હતો.પિતાના ઠપકાને કારણે અશ્વિનભાઈને મનોમન લાગી આવતા ગત તા.18ના રોજ યુવકે રેલવે ટ્રેક પર ધસમસતી આવતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.