Tuesday - May 26, 2026

હળવદના કડીયાણામાં હવે મારો વારો છે તું પાણી બંધ કર કહી કૌટુંબિક સભ્યોનો દિયર - ભાભી પર હુમલો

હળવદના કડીયાણામાં હવે મારો વારો છે તું પાણી બંધ કર કહી કૌટુંબિક સભ્યોનો દિયર - ભાભી પર હુમલો

સહિયારી પાઈપલાઈનમાંથી વાડીએ પાણી વારવા બાબતે માર માર્યાની ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં ખેતરમાં પાણી પાવા નાખવામાં આવેલી પાઈપલાઈનમાંથી પાણી લેવા મુદ્દે કૌટુંબિક સભ્યો વચ્ચે બઘડાટી બોલી જતા કાકા ભત્રીજાએ દિયર - ભોજાઈને માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા મનસુખભાઇ તેજાભાઈ વડદોલિયાએ હળવદ પોલીસ મથકમાં તેમના ભાઈજીના દીકરા પ્રવીણ પ્રેમજી વડદોલિયા અને તેના ભત્રીજા એવા આરોપી પ્રભાત વાલજી વડદોલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી અને આરોપીઓને ખેતરમાં પાણી પીવડાવવા માટે સહિયારી પાઇપલાઇન નાખેલી હોય ગઈકાલે સવારે તેઓ તેમના વારા મુજબ પાણી વારતા હતા ત્યારે આરોપીએ પોતાની વાડીએ આવી હવે મારો વારો છે તું પાણી બંધ કર કહી ઝઘડો કર્યો હતો.બાદમાં ફરિયાદીના ભાભી અમૃતાબેન અને માતા વાડીએ આવ્યા ત્યારે વાતો કરતા હતા તે સમયે બન્ને આરોપીઓએ ફરી ઝઘડો કરી નીંદામણ કરવાનું છોરિયું અમૃતાબેનને મારી દઈ ફરિયાદીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.