Monday - May 25, 2026

મોરબીના પ્રધાનમંત્રી આવાસમાં પત્તા ટીચતી વખતે શાબ્દિક ટપાટપી થતા ઢીસુમ -ઢીસુમ

મોરબીના પ્રધાનમંત્રી આવાસમાં પત્તા ટીચતી વખતે શાબ્દિક ટપાટપી થતા ઢીસુમ -ઢીસુમ

બે ભાઈઓને પાડોશીઓએ ધારીયા વડે માર મારી છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપી

મોરબી : મોરબી શહેરમાં દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગત તા.22ના રોજ પત્તા રમી રહેલા યુવાનો વચ્ચે ઝઘડો થયા બાદ બે ભાઈઓને પાડોશી એવા આરોપીઓએ ધારીયા વડે માર મારી છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા ફરિયાદી અભરામભાઈ સલીમભાઈ માણેકે આરોપી હબીબ જાકિરભાઈ ઉર્ફે જાકમભાઈ ભટ્ટી તેમજ આરોપી જાકિરભાઈ ઉર્ફે જાકમભાઈ હબીબભાઈ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.22ના રોજ ફરિયાદી તેમજ સાહેદ તેમના ભાઈ ગનીભાઈ અને બન્ને આરોપીઓ પત્તા રમતા હતા ત્યારે બોલાચાલી ઝઘડો થતા આરોપીઓએ ગાળાગાળી કરી માર મારી લોખંડના ધારીયા વડે ગનીભાઈને ઇજા કરી હતી.બાદમાં આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.