Saturday - May 16, 2026

હળવદના ઘનશ્યામપુર ગામે વાડીમાંથી વિદેશી દારૂના ચપલા પકડાયા

હળવદના ઘનશ્યામપુર ગામે વાડીમાંથી વિદેશી દારૂના ચપલા પકડાયા

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી કુલદીપ જલુભાઈ લીંબોલા રહે.ઘનશ્યામપુર વાળાની કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાથી વિદેશી દારૂના 180 મીલી માપના અલગ અલગ 65 ચપલા કિંમત રૂપિયા 9425 કબ્જે કર્યા હતા.જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપી કુલદીપને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.