ત્રણ મોટર સાયકલમાં તોડફોડ કરીનજાનથી મારી નાખવા ધમકી આપ્યાની ત્રણ શખ્સો સામે ફરિયાદ
હળવદ : હળવદ શહેરના બસસ્ટેન્ડ પાછળના વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે જુના મનદુઃખનો ખાર રાખી યુવક પર ત્રણ શખ્સોએ ધોકા, તલવાર વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડવાની સાથે ત્રણ મોટર સાયકલમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
હળવદ શહેરના બસસ્ટેન્ડ પાછળ રહેતા ફરિયાદી વિજયભાઈ કાળુભાઇ પરમાર ઉ.20 નામનો યુવાન ગઈકાલે પોતાના ઘેર જમવા ગયો ત્યારે આરોપી ઉમેશ બચુભાઇ રાઠોડ, પ્રકાશ રાઠોડ અને જીતુભાઇ જગાભાઇ રાઠોડ રહે.કૃષિ શાળા રોડ, હળવદ વાળાઓએ જુના ઝઘડાનો ખાર રાખી ધોકા અને તલવાર વડે હુમલો કરી ફરિયાદીના ત્રણ મોટર સાયકલમાં તોડફોડ કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે