હળવદ : હળવદ શહેરમાં નાસ્તો લેવા ગયેલા વૃદ્ધના પૌત્રએ દુકાનદારની ભાણેજની છેડતી કર્યાનો આરોપ લગાવી દુકાનદાર મામાએ રાત્રીના સમયે વૃદ્ધના ઘેર દરવાજામાં ધોકા મારી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
હળવદમાં રહેતા 75 વર્ષના વૃદ્ધે એક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તા.7ના રોજ તેમનો પૌત્ર આરોપીની દુકાને નાસ્તો લેવા ગયો હતો ત્યારે દુકાને આરોપીની ભાણેજ બેઠી હોય વૃદ્ધના પૌત્રએ આરોપીની ભાણેજનું બાવડું પકડી લીધું હોવાનો આરોપ લગાવ્યો હતો. રોષે ભરાયેલ આરોપી જ્યેશે રાત્રીના ફરિયાદીના ઘેર આવી દરવાજામાં ધોકા મારી ગાળો બોલી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.