Sunday - May 17, 2026

હળવદમાં પરસ્ત્રી સાથે મિત્રતા કેળવવા મુદ્દે પતિ તેના ભાઈઓ તથા યુવાન વચ્ચે બઘડાટી

હળવદમાં પરસ્ત્રી સાથે મિત્રતા કેળવવા મુદ્દે પતિ તેના ભાઈઓ તથા યુવાન વચ્ચે બઘડાટી

પરિણીતાના પતિ તેમજ અન્ય ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો, પરિણીતાએ પણ ફરિયાદ નોંધાવી

હળવદ : હળવદ શહેરના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં પરસ્ત્રી સાથે મિત્રતા રાખવા મામલે પરિણીતાના પતિ અને ભાઈઓ સહિતના ચાર શખ્સોએ યુવકને માર માર્યો હતો.સામાપક્ષે પરિણીતાએ પણ મિત્રતા રાખનાર યુવક ધારીયા સાથે ધસી આવી તેણીના પતિને માર મારી પતાવી દેવાની ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાવી હતી.

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા સુનિલ ઉર્ફે ભોલો દિનેશભાઇ ઝીંઝુવાડિયા ઉ.22 નામના યુવાને આરોપી દશરથ ઘોઘાભાઈ નંદેસરિયા, વીશું કાળુભાઇ, કિશન ઉર્ફે કાનજી કાળુભાઇ અને મહેશ ઉર્ફે મયલો કાળુભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીને આરોપી કિશન ઉર્ફે કાનજીની પત્ની સાથે મિત્રતા હોવાથી જે બાબત આરોપીઓને સારી નહિ લાગતા ઘરના ફળિયામાં ઘુસી હુમલો કરી માર મારી જીવતો નહિ રહેવા દે તેવી ધમકી આપી હતી.

સામાપક્ષે તુલસીબેન ઉર્ફે મનીષાબેન કિશનભાઈ ઉર્ફે કાનજીભાઈ કારૂભાઈ નંદેસરિયાએ આરોપી સુનિલ ઉર્ફે ભોલો દિનેશભાઇ ઝીંઝુવડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી સુનિલ તેમના ઘેર ધારીયું લઈને આવ્યો હતો અને કિશન સહિતના લોકો ક્યાં છે તેવું પૂછી જતો રહ્યો હતો.બાદમાં પતિ પત્ની સમજાવવા જતા આરોપી સુનીલ ધારીયાનો હાથો મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.