મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા ભવાનભાઈ માલાભાઈ રાઠોડ ઉ.68 નામના વૃદ્ધ છેલ્લા એક વર્ષથી બીમારીથી પીડાતા હોય જીવનથી કંટાળી જતા ગઈકાલે સવારે ઘેરથી નીકળી ગયા બાદ ઘુંટુ તળાવ નજીક આવેલ ગ્રામ પંચાયતના કુંવામાં કૂદી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.