Friday - Oct 23, 2026

મોરબીમાં જિલ્લા પંચાયત કચેરીના ગેટ સામે કારની જોરદાર ટકકરથી વીજ થાંભલો ધરાશાયી

મોરબીમાં જિલ્લા પંચાયત કચેરીના ગેટ સામે કારની જોરદાર  ટકકરથી વીજ થાંભલો ધરાશાયી

મોરબી : મોરબીના શોભેશ્વર રોડ પર જિલ્લા પંચાયત કચેરીના ગેટ સામે અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક ઇનોવા કાર આ રસ્તા પરના વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારની સ્પીડને કારણે ટક્કર એટલી જોરદાર હતો કે તોતિગ વીજ પોલ ધરાશાયી થઈ ગયો હતો. કારની ટક્કરથી થાંભલાને પણ ભારે નુકસાન થયું હતું. આ ઘટનામાં ઇનોવા કારના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતને પગલે ઘટનાસ્થળે નુકસાની જોવા મળી હતી. પ્રાથમિક અનુમાન મુજબ આ ઘટના મોડી રાત્રિના સમયે બની હોવાનું મનાય છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે સ્પષ્ટ વિગતો સામે આવી નથી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ અકસ્માતને પગલે વાહન અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું.