Friday - Oct 23, 2026

મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભામાં વીજલાઈનના પ્રશ્ને સરકાર સામે ટોચના નેતાઓનો ધ્રુજારો

મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભામાં વીજલાઈનના પ્રશ્ને સરકાર સામે ટોચના નેતાઓનો ધ્રુજારો

સૌરાષ્ટ્ર-કચ્છને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને ૪૦૦ ટકા વળતર આપો : રણદીપ સુરજેવાલા

ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનથી થતી નુકસાનીનું ૨૫ વર્ષ સુધી વળતર ચૂકવવાની માગણી

મોરબી : આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે મોરબીના રાજપર રોડ પર કોંગ્રેસે ખેડૂત આક્રોશ મહાસભા યોજી શક્તિપ્રદર્શન કર્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલાએ કેન્દ્ર અને રાજ્ય સરકારને નિશાન બનાવી સૌરાષ્ટ્ર-કચ્છને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવાની માગણી કરી હતી. ગુજરાતમાં ૧૦૦ ગીગાવોટ વીજઉત્પાદનના આયોજન વચ્ચે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનોને કારણે થતી નુકસાની સામે સવાલો ઉઠાવી તેમણે થાંભલા માટે ૪૦૦ ટકા વળતર અને ૨૫ વર્ષ સુધી દર વર્ષે નુકસાનીનું વળતર ચૂકવવાની માગ કરી હતી. આ માગણીઓનો અમલ નહીં થાય તો કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભામાં વીજલાઈનના પ્રશ્ને સરકાર સામે ટોચના નેતાઓનો ધ્રુજારો
મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભામાં વીજલાઈનના પ્રશ્ને સરકાર સામે ટોચના નેતાઓનો ધ્રુજારો
મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભામાં વીજલાઈનના પ્રશ્ને સરકાર સામે ટોચના નેતાઓનો ધ્રુજારો

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપર રોડ પર આયોજિત ખેડૂત આક્રોશ મહાસભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલ, સાંસદ ગેનીબેન ઠાકોર, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાસભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને વીજલાઈનના વળતર, ઓછા વરસાદથી પાકને થયેલા નુકસાન તથા દુષ્કાળની સ્થિતિ જેવા પ્રશ્નો ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. રણદીપ સુરજેવાલાએ ‘જય જવાન, જય કિસાન’ના નારા સાથે સંબોધન શરૂ કરી સવાલ ઉઠાવ્યો હતો કે ગુજરાતના ખેડૂતો કંગાળ સ્થિતિમાં કેમ પહોંચી રહ્યા છે, ખેડૂતો પીડિત કેમ છે અને જો બધું બરાબર હોય તો આટલી મોટી ખેડૂતસભાની જરૂર શા માટે પડી રહી છે? તેમણે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાને બદલે સરકાર ખાનગી કંપનીઓના હિતને પ્રાધાન્ય આપી રહી છે. ગુજરાતમાં વીજઉત્પાદન વધારવાના આયોજનને આવકારતાં તેમણે સવાલ કર્યો હતો કે વિકાસનો લાભ માત્ર કંપનીઓને જ કેમ મળે અને ખેડૂતો તથા ખેતમજૂરોને તેમાં ભાગીદારી કેમ ન મળે? તેમણે જણાવ્યું હતું કે વીજલાઈન માટે ખેતરમાં થાંભલો નાખવાના વળતર ઉપરાંત તાર નીચેની જમીનને થતું નુકસાન, વીજ કરંટથી સર્જાતા જોખમો અને પાકને થતી હાનિની જવાબદારી પણ નક્કી થવી જોઈએ.

સુરજેવાલાએ જણાવ્યું હતું કે વીજલાઈન પસાર કરવા માટે અન્ય માર્ગોનો વિકલ્પ હોવા છતાં ખાનગી કંપનીઓએ ખેતીની જમીનોમાંથી લાઈન પસાર કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ખેડૂતોની જમીન અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે. થાંભલા માટે વળતર ચૂકવવામાં આવે તો પણ તાર નીચેની જમીનની ઉપયોગિતા ઘટવાથી થતી નુકસાનીનું શું, પાક બળી જાય કે વીજ કરંટથી ખેડૂતને નુકસાન થાય તો જવાબદારી કોણ લેશે, તેવા સવાલો તેમણે ઉઠાવ્યા હતા. કોંગ્રેસની માગણી મુજબ વીજલાઈનથી અસરગ્રસ્ત ખેડૂતોને ૪૦૦ ટકા વળતર અને આગામી ૨૫ વર્ષ સુધી દર વર્ષે નુકસાનીનું વળતર ચૂકવવું જોઈએ. તેમણે કપાસ, મગફળી અને જીરુંના પાકમાં નુકસાન ભોગવતા ખેડૂતોને યોગ્ય વળતર આપવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છને વિના વિલંબે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી હતી. સુરજેવાલાએ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી આ યોજનામાં ખાનગી કંપનીઓનું વર્ચસ્વ હોવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રમાં અગાઉની કોંગ્રેસ સરકાર ખેડૂતોની જણસ પર બોનસ આપતી હતી તેમ જણાવી તેમણે ખેડૂતોને યોગ્ય ભાવ અને આર્થિક રાહત આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

મીડિયા સાથેની વાતચીતમાં પણ સુરજેવાલાએ મોરબી સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોની વીજલાઈન વળતર અંગેની લડતને મુખ્ય મુદ્દો ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તામાં બેઠેલા લોકો ખેડૂતોના હિતને બદલે કંપનીઓના હિતમાં નિર્ણયો લઈ રહ્યા છે. ગુજરાતમાં વરસાદની અછત અને ખેતીના પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર તાત્કાલિક દુષ્કાળ જાહેર કરે અને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર તથા સહાય ચૂકવે તેવી માગણી તેમણે દોહરાવી હતી. વીજઉત્પાદન ક્ષેત્રે વિકાસ થાય તેની સામે વાંધો ન હોવાનું જણાવી તેમણે વિકાસની પ્રક્રિયામાં ખેડૂતો અને ખેતમજૂરોના હિતોનું રક્ષણ અનિવાર્ય ગણાવ્યું હતું. વીજલાઈનથી થતી નુકસાનીના વળતર અંગેની માગણીઓનો સ્વીકાર નહીં થાય તો કોંગ્રેસના નેતાઓ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો કરશે તેવી ચેતવણી પણ તેમણે આપી હતી. મહાસભા દ્વારા કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખી સરકાર સામે રાજકીય મોરચો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.

વહેલી ચૂંટણી અંગે તુષાર ચૌધરીની આગાહી

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ વર્ષ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત સમય કરતાં વહેલી યોજાવાની શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ ચિંતાજનક છે અને એપ્રિલ-મે મહિનામાં પાણી માટે પોકાર ઊઠે તે પહેલાં જ સરકાર જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજવા માગતી હોવાની શક્યતા છે. વિધાનસભા સત્ર દરમિયાન સરકાર સમક્ષ પાંચ માગણીઓ રજૂ કરી હોવાનું જણાવતાં તેમણે આક્ષેપ કર્યો હતો કે સૌરાષ્ટ્રની સ્થિતિ છતાં સરકાર દુષ્કાળ જાહેર કરતી નથી. ખેડૂતોને સમયસર રાહત આપવાના મુદ્દે સરકારની દાનત સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. તેમના નિવેદનથી ચૂંટણીના સમયગાળાને લઈને રાજકીય ચર્ચા શરૂ થઈ હતી.

લલિત કગથરા, ગેનીબેન અને વિમલ ચુડાસમાએ પણ ઉઠાવ્યા ખેડૂતોના પ્રશ્નો

મહાસભામાં સ્વાગત પ્રવચન કરતાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણી લલિત કગથરાએ મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વીજલાઈનના વળતર અને ઓછા વરસાદથી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે સરકારને ઘેરી હતી. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે સતત કાર્યરત રહેવાની વાત કરી હતી અને બોલવા કરતાં કામ પર વધુ ભાર મૂક્યો હતો. સાંસદ ગેનીબેન ઠાકોરે ખેડૂતોના હિતની શરૂઆત મોરબીથી થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, સૌની યોજના અંગેના તેમના નિવેદન દરમિયાન યોજનાના ઇતિહાસને લઈને ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ દરમિયાન સૌની યોજના માટે લડત ચલાવી હોવાનું જણાવ્યું હતું,