મોરબીમાં બોગસ ટોલનાકા બાદ ખાણ ખનીજ વિભાગની વિજીલન્સ અધિકારી ના નામે તોડ કરતી એક ગેંગ સક્રિય થઈ હોવાની માહિતી મળી છે. સામખીયાળી-મોરબી હાઇવે પર આ ગેંગએ એક ડમ્પર ચાલકને ધાક ધમકી આપી ને તેની પાસેથી છ હજાર જેટલી રકમ પડાવી લીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રથમ આ નકલી અધિકારી એ ચાલક પાસે દસ હજાર રૂપિયાની માંગણી કરી અને બાદ માં 6 હાજરમાં પતાવટ કરી. આ નકલી અધિકારીની હિંમત તો જુઓ તેણે આ પૈસા ફોન પે ના માધ્યમથી લીધા હતા.
મોરબીના ખાણ ખનીજ વિભાગના અધિકારી એ સ્પષ્ટતા કરી હતી કે આ તેમની કચેરીનો કોઈ કર્મચારી નથી. અને તેમને અંગે કોઈ ફરિયાદ મળેલ નથી જો ફરિયાદ મળશે તો ચોક્કસ તેની સામે ફરિયાદ દાખલ કરાવી કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઘણાં દિવસો પહેલા મીડિયા સમક્ષ કહ્યું હતું. તે દરમિયાન માળીયા સુરજબારી પુલ નજીક પોલીસ ચોકી પાસે જ નકલી ખાણખનીજ અધિકારીએ તોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
રાજ્યમાં તમામ ક્ષેત્રે નકલીના ખેલ વચ્ચે મોરબીમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ જવી, નકલી ટોલનાકા બાદ હવે નકલી ખાણખનીજ અધિકારી બની તોડ કરવાની ઘટના સામે આવી છે જેમાં ટ્રક ચાલક પાસેથી રૂપિયા 6 હજારનો મધ્યરાત્રીએ તોડ કરાયા બાદ સમગ્ર મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
માળીયા પોલીસ મથકમાં કચ્છ ભુજના રાપર તાલુકાના લખાગઢ ગામે રહેતા ટ્રક ચાલક રામાભાઇ દેવાભાઇ મુંધવાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.9ના રોજ પોતે ટ્રક લઈને જતો હતો ત્યારે સુરજબારી પુલના છેડે પોલીસ ચોકી પાસે રાત્રીના બે થી અઢી વાગ્યા ના સુમારે સ્વીફટ કાર નંબર GJ-24-X-5698માં આવેલા હરીચંદ્રસિંહ બળવતસિંહ વાઘેલા, રહે.ભચાઉ કચ્છ વાળાએ પોતે ખાણ ખનીજ વિભાગના વીજીલન્સના આધિકારી છે તેવી ઓળખ આપી ટ્રક પોલીસ સ્ટેશન લઈ લેવાની ધમકી આપી રૂપિયા 6000 બળજબરીથી કઢાવી લેતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર ઘટના અંગે માળીયા પોલીસે ગુન્હો દાખલ કરી નકલી ખાણખનીજ અધિકારીને ઝડપી લેવા તજવીજ શરુ કરી છે.
9 માર્ચની ઘટનામાં હવે છેક ફરિયાદ નોંધાતા ખાન ખનીજ અધિકારીને પોતીયા પણ ઢીલા ઢફ થયા
કચ્છમાંથી એક ડમ્પર માટીનું ભરીને ગત તારીખ 9 માર્ચ ના રોજ મોરબી આવી રહ્યું હતું ત્યારે સુરજબારી પુલ પસાર કરતા સમયે GJ 24 X 5698 નંબરની ટેકસી પાસીંગ ધરાવતી સ્વીફ્ટ ડીઝાયર કાર ડમ્પર આગળ આવી ને રોડ પર ઉભી રહી ગઈ. કારમાંથી નીચે ઉતરીને એક શખ્સે પોતે ગાંધીનગર ખાણ ખનીજ વિજીલન્સ અધિકારી તરીકેની ઓળખ આપી ડમ્પર પોલીસ સ્ટેશન લઈ લેવા માટે કહ્યું હતું. થોડા કિલોમીટર ડમ્પર ચલાવ્યા બાદ રસ્તામાં હાઇવે પર ડમ્પર ઉભું રખાવી ને દસ હજાર રૂપિયાની માંગણી કરી હતી. ડ્રાઈવર એ કહ્યું કે ગાડીના પુરા કાગળો અને રોયલ્ટી પણ છે. તેથી નકલી અધિકારીએ ધાક ધમકી આપતા તેણે ડમ્પર માલિક હાજી જીકબ થેબા ને ફોન કર્યો. માલિકે પણ વિજીલન્સ નું નામ સાંભળતા તેની સાથે માંડવણ કરવાનું નક્કી કરી 6 હજાર રૂપિયામાં પતાવટ કરી. માળિયા નજીક આવેલ એક પમ્પ પર ફોન પે મારફતે પૈસાની ચુકવણી કર્યા બાદ ડમ્પર ને ત્યાંથી જવા દેવામાં આવેલ. પોતાને વિજીલન્સ અધિકારી કહેતો શખ્સ એક સીસીટીવી માં આબાદ ઝડપાઈ ગયો છે. એ શખ્સ નો ફોટો મોરબીના ખાણ ખનીજ વિભાગના જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરે જણાવ્યું હતું કે, આ પ્રથમ દ્રષ્ટીએ કોઈ અધિકારી લાગતો નથી. અમારી પાસે હજી સુધી કોઈ ફરિયાદ આવી ન હિવાનું કહેતા હવે ભૂસ્તરશાસ્ત્રી, ખાણ ખનીજ વિભાગ મોરબીનાને જગદીશ વાઢેર તપાસ કરવાનો ટેલો આવ્યો છે.