વાંકાનેર : વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતા યુવાનને માનસિક બીમારી લાગુ પડયા બાદ પત્ની રિસામણે ચાલી ગઇ હોય અને પુત્રીનો જન્મ થયો હોવા છતાં યુવાનના સાસરિયાવાળા પુત્રીનું મોઢું જોવા દેતા ન હોવાથી લાગી આવતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતા મુઝફ્ફર ઉસ્માનભાઈ ખોરજીયા ઉ.25 નામનો યુવાન માનસિક બીમાર થતા તેમના પત્ની પિયર ચાલ્યા ગયા હતા જ્યાં પુત્રીનો જન્મ થયો હોય મૃતક મુઝફ્ફરભાઈ પુત્રીનું મોઢું જોવા માંગતા હોય પરંતુ પત્ની પુત્રીનું મોઢું જોવા દેતી ન હોવાથી મનોમન લાગી આવતા પોતાની વાડીએ જંતુનાશક દવા પી આપઘાત કરી લીધો હતો.આ બનાવ અંગે મૃતકના ભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.