Saturday - May 16, 2026

ઢુંવામા ગળામાં દુખાવો ઉપડયા બાદ તરૂણનું મોત

ઢુંવામા ગળામાં દુખાવો ઉપડયા બાદ તરૂણનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સ્કોવેર સનેટરીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના લાખણકા ગામના વતની રાકેશ રાજુભાઈ સોલંકી ઉ.15 નામના સગીરને ગત તા.6ના રોજ રાત્રીના સમયે ગળામાં દુખાવો ઉપડયા બાદ મકનસર પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવારમા લઈ ગયા હતા.બાદમાં ઘેર આવી ગયા બાદ ફરી દુખાવો થતા મોરબીની ખાનગી બાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.