Saturday - May 02, 2026

મોરબીમાં વિવિધ વિસ્તારોમાં ભુખ્યાજનોને સંપૂર્ણ શુદ્ધ ભોજન કરાવી જઠરાગ્નિ ઠારી

મોરબીમાં વિવિધ વિસ્તારોમાં ભુખ્યાજનોને સંપૂર્ણ શુદ્ધ ભોજન કરાવી જઠરાગ્નિ ઠારી

મોરબી  : સેવા પરમો ધર્મને યથાર્થ ઠેરવી Uest Edtech Private Limited દ્વારા તાજેતરમાં મોરબીના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરી સામાજિક ઋણ અદા કરાયું હતું.. વર્તમાન સમયમાં જ્યારે માનવતા અને પરોપકારની ભાવના અત્યંત અનિવાર્ય છે, ત્યારે મોરબીની અગ્રણી IT Company Uest Edtech Private Limited દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી.  'સેવા એ જ સાચો ધર્મ'ના સૂત્રને સાર્થક કરતા કંપનીના પરિવાર દ્વારા મોરબીના ઉમિયા સર્કલ, નવું બસ સ્ટેન્ડ, દલવાડી સર્કલ, એસ.પી. રોડ, જેલ રોડ અને કેનાલ રોડ* જેવા વિસ્તારોમાં વિશેષ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.

મોરબીમાં વિવિધ વિસ્તારોમાં ભુખ્યાજનોને સંપૂર્ણ શુદ્ધ ભોજન કરાવી જઠરાગ્નિ ઠારી

  સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર ખોડજી આર. પડસુંબિયાના માર્ગદર્શન હેઠળ કંપનીના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને જરૂરિયાતમંદોને ૮૦ જેટલા પૌષ્ટિક ફૂડ પેકેટમાં ૫ રોટલી, ૧ શાક, દાળ-ભાત, ૨ નંગ ગુલાબજાંબુ, સલાડ અને છાશ જેવી સંપૂર્ણ શુદ્ધ ભોજન સામગ્રીનું વિતરણ કર્યું હતું.  ખોડજી આર. પડસુંબિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "એક જવાબદાર સંસ્થા તરીકે, સમાજ પ્રત્યેનું અમારે ઉત્તરદાયિત્વ નિભાવવું એ અમારી નૈતિક ફરજ છે. આપણો વ્યવસાય ગમે તેટલો મોટો હોય, પણ જ્યારે આપણે કોઈ ભૂખ્યા વ્યક્તિની ભૂખ તૃપ્ત કરીએ છીએ ત્યારે જે સંતોષ મળે છે તેનો આત્મ સંતોષ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. કારણ કે આને જ સાચા અર્થમાં માનવ સેવા એજ પ્રભુસેવા કહેવાય. તેથી અમારો આ નમ્ર પ્રયાસ સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવવા અને તેમને મદદરૂપ થવા માટેનો છે.”