Saturday - Jun 27, 2026

વેસ્ટર્ન ઝોનના જનરલ મેનેજર સાથે ટાઇલ્સના પરિવહન માટે રેલવેના વ્યાપક ઉપયોગ મામલે ગહન ચર્ચા

વેસ્ટર્ન ઝોનના જનરલ મેનેજર સાથે ટાઇલ્સના પરિવહન માટે રેલવેના વ્યાપક ઉપયોગ મામલે ગહન ચર્ચા

ટ્રેડ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે રેલ્વે સ્ટેશને આવેલા જીએમ સમક્ષ રોજિંદી ટ્રાફિકજામની સમસ્યા નિવારવા વિવિધ રેલવે ફાટકો પહોળી કરવા, લાંબા અંતરની ટ્રેનો ફાળવવા, રેલવે સ્ટેશનોને વિકસિત કરવા સહિતના વર્ષોના રેલવે પ્રશ્નોની ધારદાર રજુઆત

મોરબી : મોરબી ખાતે  વેસ્ટર્ન ઝોનના જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તા ટ્રેડ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે રેલ્વે સ્ટેશન મોરબીમાં આવ્યા હતા. ત્યારે હાલમાં મોરબી સિરામિક ઉધોગ દ્રારા સિરામિક ટાઇલ્સ રેલ્વે દ્રારા પરિવહન થાય તે રફાળેશ્વર કોનકોર ગતિશક્તિ ટર્મિનલ અને મોરબી રેલ્વે યાર્ડમાં  ડીપી વર્ડ દ્રારા જે માલનુ પરિવહન થાય છે તે સિરામિક ઉધોગ અને અન્ય ઉધોગ માટે આશિર્વાદ રુપ છે. ટાઇલ્સના પરિવહન માટે રેલ્વેનો ઉપયોગ વ્યાપક  થાય તો ઉધોગોને બુસ્ટ મળી શકે છે તે બાબતે ઉંડાણ પુર્વક ચર્ચા અને રજુઆત થઇ હતી.

વેસ્ટર્ન ઝોનના જનરલ મેનેજર સાથે ટાઇલ્સના પરિવહન માટે રેલવેના વ્યાપક ઉપયોગ મામલે ગહન ચર્ચા

હાલમાં રફાળેશ્વર ફાટક એલસી નં ૨૧  ખુબ જ સાંકળી હોય ભયંકર ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે તે બાબતની  જીએમને સીરામીક એસોસિએશન દ્રારા રજુઆત કરવામાં આવી  હતી. જેમાં મોરબી શહેર કેનાલ રોડને નેશનલ હાઈવે નંબર 27 ને જોડતો રસ્તો તથા સિરામિક ક્લસ્ટરમાં આવવા જવા માટે આ ફાટક પરથી પસાર થવું પડે છે. ઉપરાંત નેશનલ હાઈવે પરથી આવતા હેવી વાહનો તથા નવા થયેલા કોનકોર કન્ટેનર ડેપોમાં આવતા જતા કન્ટેનરના હેવી વાહનો આ ફાટક પરથી પસાર થાય છે. આ ફાટક પાસે જ નવું ગતિશક્તિ ટર્મિનલ હાલમાં જ કાર્યરત થયુ હોય ભયંકર ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. 
 
વેસ્ટર્ન ઝોનના જનરલ મેનેજર સાથે ટાઇલ્સના પરિવહન માટે રેલવેના વ્યાપક ઉપયોગ મામલે ગહન ચર્ચા

એકંદરે આ ફાટક પરથી અન્ય હેવી વાહનો તથા કન્ટેનર વાહનો તથા વાંકાનેર તરફથી આવતાં જતાં અન્ય નાનામોટા વાહનોના ટ્રાફિક તથા જ્યારે ડેમુ તથા માલગાડીને કારણે જ્યારે ફાટક બંધ થાય છે ત્યારે હેવી ટ્રાફિક થંભી જાય છે. જે ટ્રાફિકને રિકવર થતાં ટ્રેન પસાર થયા બાદ 45થી 60 મિનિટ જેટલો સમય લાગે છે. જ્યા ટ્રાફિક  વ્યવસ્થિત થાય ત્યાં બીજી ટ્રેન આવતા આમ આખા દિવસ બહુ મૂલ્ય એવાં માનવ કલાકો તથાં ઇંધણ વેડફાઈ છે. સિગ્નલ વગર ફાટક હોવાથી વધુ સમય વેડફાઇ છે. જેથી આ ફાટકને પહોળી કરી ઇન્ટરલોક કરવી જરુરી છે. 
 
વેસ્ટર્ન ઝોનના જનરલ મેનેજર સાથે ટાઇલ્સના પરિવહન માટે રેલવેના વ્યાપક ઉપયોગ મામલે ગહન ચર્ચા

ફાટક NO .LC -21 ની પહોળાઈ જે તે વખતના ટ્રાફિકની જરૂરિયાત મુજબ વન વે વાહન પસાર થાય તે મુજબ છે. હાલમાં એક સમયે એક જ ટ્રક પસાર થાય છે જે ખુબ જ મોટી ટ્રાફિક સમસ્યા ઉભી કરે છે. હાલના ટ્રાફિકની આવક  જાવક મુજબ ફોર લેન વે મુજબની કરવામાં આવે તો આ દરરોજના પ્રશ્નનો  નિકાલ થતાં બહુમૂલ્ય એવા માનવ કલાકો તથા ઇંધણની બચત થાય અને ગતિ શક્તિ ટર્મિનલ કોનકોરને ગતિ આપવા માટે કાળજી પૂર્વક સર્વે કરાવી ફાટકની પહોળાઈ વધારી ઇન્ટરલોક ફાટક કરવા અંગેની રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત મોરબીમાં સિરામિક ઉધોગ ઉપરાંત અન્ય ઉધોગો કાર્યરત હોય જેમાં બહારથી પ્રવાસી મજુરો સતત આવતા જતા હોય તેમના માટે લાંબા અંતરની ટ્રેનની સવિશેષ જરુયાત હોય તે અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્રારા ધારદાર રજુઆત કરાઇ હતી.

વેસ્ટર્ન ઝોનના જનરલ મેનેજર સાથે ટાઇલ્સના પરિવહન માટે રેલવેના વ્યાપક ઉપયોગ મામલે ગહન ચર્ચા