Thursday - Aug 20, 2026

હળવદમા સોનીનો ધંધો બરાબર ન ચાલતા વેપારીએ ગળેફાંસો ખાઈ જીવ દીધો

હળવદમા સોનીનો ધંધો બરાબર ન ચાલતા વેપારીએ ગળેફાંસો ખાઈ જીવ દીધો

હળવદ : હળવદમા સોનીનો ધંધો બરાબર ન ચાલતો હોવાથી આર્થિક પરિસ્થિતિ કંટાળીને સોની વેપારીએ ગળેફાંસો ખાઈ જીવ દીધો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ શહેરમાં આનંદપાર્ક સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ રજનીકાંતભાઈ ઝીંઝુવાડિયા ઉ.વ.43 નામના સોની વેપારીએ ગત તા.26ના રોજ પોતાના ઘેર પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ચિરાગભાઈ સોની કામનો વ્યવસાય કરતા હતા. પરંતુ સોની કામનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક પરિસ્થિતિ તંગ થઈ જતા સંકળામણમાં આ અંતિમ પગલું ભરી લેતા તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.