Saturday - May 16, 2026

મોરબીના બે મુખ્ય ફીડરોની હેઠળના વિસ્તારોમાં બુધવારે વિજકાપ

મોરબીના બે મુખ્ય ફીડરોની હેઠળના વિસ્તારોમાં બુધવારે વિજકાપ

મોરબી : PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા બે મુખ્ય ફીડરોમાં આવતીકાલે બુધવાર, તા.3ના રોજ સમારકામ અને નવા લાઇનકામની કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં 11 KV ન્યુ બસસ્ટેન્ડ ફીડર સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ રહેશે. 

અસરગ્રસ્ત વિસ્તાર હાઉસીંગ બોર્ડ (શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, ક્રીષ્ના સોસાયટી, ગ્રીન લેન્ડ પાર્ક, રાધા પાર્ક, નવા બસ સ્ટેન્ડની પાછળનો વિસ્તાર, છાત્રાલય રોડ, નવયુગ સ્કુલની આજુબાજુ નો વિસ્તાર, સુપર માર્કેટ, માધવ માર્કેટ, વ્રૂંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન 1 થી 3 વગેરેમાં વીજકાપ રહેશે. આ ઉપરાંત 11 KV મધુરમ ફીડર સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આનાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તપોવન રેસીડેન્સી, મારૂતિ નગર (ગાયત્રી નગર પાછળ), સંકલ્પ પ્લાઝા, સુભાષનગર, પંચવટી સોસાયટી, વિદ્યુત પાર્ક, દર્પણ સોસાયટી, જલારામ સોસાયટી, સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટ સુધીનો વિસ્તાર, રામ વિજય નગર, યોગેશ્વરનગર, નરસંગ ટેકરી, કોહીનુર કોમ્પ્લેક્ષ, મધુરમ સોસાયટી, તિરૂપતિ સોસાયટી, વિજયનગર, કર્મયોગી સોસાયટી, ન્યુ આલાપ પાર્ક, પટેલનગર, ખોડીયાર પાર્ક, દેવ પાર્ક, સાયન્ટીફીક રોડ, કેનાલ રોડ, રવાપર રોડ અને આલાપ રોડ વિસ્તાર વગેરેમાં વીજ પુરવઠો ઠપ્પ રહેશે.