Wednesday - Aug 19, 2026

હળવદના અજિતગઢ ગામે ઘરની અગાસી પર ચડવાની સીડી પરથી લપસી નીચે પટકાતા યુવાનનું મોત

હળવદના અજિતગઢ ગામે ઘરની અગાસી પર ચડવાની સીડી પરથી લપસી નીચે પટકાતા યુવાનનું મોત

હળવદ : હળવદ તાલુકાના અજિતગઢ ગામે રહેતા વાસુદેવભાઈ ગગજીભાઈ ઈટોદરા ઉ.વ.35 પોતાના ઘેર અગાસી પર ચડવાની સીડી પરથી લપસી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.