મોરબી : મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં નવા બની રહેલા નેલ્સન સરફેસ નામના કારખાનામાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી એસી માટે નાખેલ પાઇપ તોડી નાખી અંદાજે સાડા ત્રણ લાખનું નુકશાન કરવાની સાથે રૂ.1.75 લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં નવા બની રહેલા નેલ્સન સરફેસ કારખાનાના સંચાલક ફરિયાદી જયદીપભાઈ ગણેશભાઈ પાચોટીયા રહે.અવની પાર્ક, મોરબી વાળાએ અજાણ્યા ત્રણથી ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તસ્કરોએ તેમના કારખાનામાં પ્રવેશ કરી એસી માટેના પીવીસી પાઇપ તોડી નાખી સાડા ત્રણેક લાખનું નુકશાન કરી રૂ.1.75 લાખના કોપર વાયરની ચોરી કરી ગયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.