Tuesday - Apr 21, 2026

મોરબી - રાજકોટ હાઇવે પર કારે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત

મોરબી - રાજકોટ હાઇવે પર કારે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત

મોરબી : મોરબી - રાજકોટ હાઇવે પર ઓરપેટ કારખાના સામે ગઈકાલે સાંજના સમયે જીજે - 36 - એઆર - 3204 નંબરની ટાટા ટિયાગો કાર ચાલકે બેદરકારીથી પોતાની કાર હંકારી જીજે - 36 - એમ - 5048 નંબરના બાઇક લઈને ટંકારાથી મોરબી આવી રહેલા કિરીટભાઈ પ્રાણજીવન વસદડીયા રહે.બગથળા ઉ.વ.54ને હડફેટે લઇ કિરીટભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.અકસ્માતમાં કિરીટભાઈનો જમણો હાથ કપાઇ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના નાનાભાઈ અનિલભાઈ પ્રાણજીવનભાઈ વાંસદડીયાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.