Friday - Feb 13, 2026

હળવદના નવા દેવળીયા ગામે ખુટિયાને બચાવવા જતા આઇસરની હડફેટે આધેડનો ભોગ લેવાયો

હળવદના નવા દેવળીયા ગામે ખુટિયાને બચાવવા જતા આઇસરની હડફેટે આધેડનો ભોગ લેવાયો

હળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રોડ ઉપર બે ખુટિયા બાઝતા બાઝતા રોડ ઉપર આવી ચડતા ખુટિયાને બચાવવા જતા આઇસર ચાલકે રોડ ઉપર પગપાળા ચાલીને જતા આધેડને હડફેટે લેતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ આઇસર ચાલક નાસી ગયો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા જયંતીભાઈ કરસનભાઈ અઘારા નામના આધેડ હનુમાનજીના મંદિર પાસે ચાલીને જતા હતા ત્યારે રસ્તા ઉપર અચાનક બે ખુટિયા બાઝતા બાઝતા રોડ ઉપર આવી જતા જેતપર તરફથી આવી રહેલા અજાણ્યા આઇસર ટ્રક ચાલકે ખુટિયાને બચાવવા જતા જયંતીભાઈને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ આઇસર ચાલક નાસી જતા પોલીસે મૃતકના નાના ભાઈ ઘનશ્યામભાઈ કરશનભાઇ અઘારાની ફરિયાદને આધારે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.