મોરબી : સિમ્પોલો સીરામીક મોરબીના સહયોગથી ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા આવતીકાલે તારીખ 24-11-2024ને રવિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન યુનિક સ્કૂલ ઉમા ટાઉનશીપ મોરબી - 2 ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ અંગે વધુ માહિતી મેળવવા માટે રતીભાઈ ભાલોડિયા મોબાઈલ નં. 99789 20187 તથા મનુભાઈ જાકાસણીયા મોબાઈલ નં. 97372 13000 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.