Saturday - May 02, 2026

લીબુડામાં મામા વડવાળા વિશ્રામ ગૃહના નિર્માણના બાંધકામ માટે ભુદેવની દાનની પહેલ

લીબુડામાં મામા વડવાળા વિશ્રામ ગૃહના નિર્માણના બાંધકામ માટે ભુદેવની દાનની પહેલ

મોરબી : જામનગરના જોડિયા તાલુકાના  લીબુડામાં ગામે ઊગમણી બાજુએ મામા વડવાળા દેવના વિશ્રામ ગૃહના નિર્માણ નું કાર્ય હાથ ઉપર લેવામાં આવ્યું છે. તેથી આ વિશ્રામ ગૃહના નિર્માણ બાંધકામ માટે લોકો પાસે ઉદાર હાથે ફાળો આપવાની અપીલ કરવામાં આવી છે. જેથી આ બાંધકામ માટે ફાળાની શરૂઆત બ્રાહ્મણ દેવતાના દાન રૂપી શુભધનથી થઇ ગઈ છે.બટુક મહારાજ માસ્તર જાની હડીયાણા 5555  રૂપીયા દાનમાં આપ્યા છે. આથી લોકો પણ ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેમ દાન આપે તેવો અનુરોધ કરાયો છે.