મોરબીના હરિપર કેરાળા ગામ પાસેના સિરામિક કારખાનામાં એક ટ્રક ચાલકે ટ્રકને રિવર્સ લેતી વખતે આગળ પાછળ જોયા વગર ટ્રક હંકારતા ટ્રકની હડફેટે ચડી જવાથી ચાર વર્ષનો માસૂમ બાળક કચડાઈ ગયો હતો. રિવર્સમાં આવતા ટ્રક ટ્રેઇલર હડફેટે ચાર વર્ષના બાળકનું મોત થતા તુરત પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલકને ઝડપી લીધો હતો.
મોરબીના હરિપર કેરાળા ગામની સીમમાં આવેલ આઇકોલેક્સ સિરામિક ફેકટરીના માટી ખાતામાં ગત તા.17ના રોજ શ્રમિક પરિવાર કામ કરતો હોય અને તેમનો ચાર વર્ષનો માસૂમ બાળક ત્યાં મયંક દિલીપભાઈ ચૌહાણ ઉભો હતો. તે સમયે સિરામિક ફેકટરીના માટી ખાતામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેઇલર નંબર આરજે – 09 – જીસી – 6833 નંબરના ચાલક સરાફ્ત હુસેન રહીમબક્સ શાહએ આગળ પાછળ જોયા વગર બેફામ રીતે ટ્રક ચલાવતા ટ્રકની પાછળ ઉભલા મયંક દિલીપભાઈ ચૌહાણ નામના બાળક ઉપર ટ્રક ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા ભર્યું મોત નિપજતા તેના પરિવારએ હૈયાફાટ આક્રંદ કરી મુકતા ભારે અરેરાટી મચી ગઇ હતી. આથી આ કરુણ બનાવ અંગે મૃતક મયંકના પિતા દિલીપભાઈ ઇડિયાભાઈ ચૌહાણએ ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી ટ્રક ટ્રેઇલર ચાલકને ઝડપી લીધો હતો.