Thursday - Apr 23, 2026

હળવદમાં પત્ની સાથે વોટ્સએપમાં વાત કરવાની ના પાડતા પતિને માર માર્યો

હળવદમાં પત્ની સાથે વોટ્સએપમાં વાત કરવાની ના પાડતા પતિને માર માર્યો

હળવદ : હળવદ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા યુવાનની પત્ની સાથે વોટ્સએપમાં વાતો કરનાર યુવકને પરિણીતાના પતિએ ઠપકો આપતા આ બનાવના રોમિયોગીરી કરનાર શખ્સનું ઉપરાણું લઈને આવેલા ચાર શખ્સોએ પરિણીતાના પતિને સમાધાન માટે બોલાવી બેફામ માર મારતા વચ્ચે છોડાવવા પડેલા યુવકના ભાઈ તેમજ અન્ય એક વ્યક્તિ સહિત ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા ફરિયાદી કરણભાઈ બળદેવભાઈ સડલીયાના પત્ની સાથે રોહન રાવળદેવ નામનો શખ્સ વોટ્સએપમાં વાતો કરતો હોવાથી કરણભાઈએ રોહનને ઠપકો આપતા આરોપી સહદેવ મુન્નાભાઈ કોળી, રામો કોળી, ભાવેશ લાલદાસ સાધુ અને હગો કોળી રહે.તમામ હળવદ વાળાઓએ કરણભાઈને ફોન કરી સમાધાન માટે બોલાવ્યા હતા. બાદમાં કરણભાઈ હળવદના વેગડવાવ રોડ ઉપર વાતચીત કરવા જતાં ઉશ્કેરાઈ ગયેલા ચારેય શખ્સોએ હુમલો કરતા કરણભાઈએ તેમના ભાઈ નિકુલ ઉર્ફે અર્જુન અને મનસુખભાઈને ફોન કરી ઝઘડા અંગે જાણ કરતા આરોપીઓએ તમામને લાકડાના ધોકા વડે તેમજ ઢીકા પાટુનો માર મારતા ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.