Thursday - Apr 23, 2026

લજાઈમાં નકલી ઓઈલની ફેક્ટરી પકડાવવાની ઘટનામાં એક વર્ષ બાદ ગુનો દાખલ

લજાઈમાં નકલી ઓઈલની  ફેક્ટરી પકડાવવાની ઘટનામાં એક વર્ષ બાદ ગુનો દાખલ

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલા મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયા વિસ્તારમાં 2024ના ઓક્ટોબર મહિનામાં  સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અચાનક દરોડો પાડયો હતો  અને અહી ગેર કાયદે વાહનના વપરાતા બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલના નામથી નકલી એન્જીન ઓઈલ બનાવવાની ફેક્ટરી પકડી પાડી હતી સ્થળ પરથી એસ એમ સીની ટીમે  ડુપ્લીકેટ એન્જિન ઓઇલની ધમધમતી ફેક્ટરી પકડી પાડી હતી અને સ્થળ પરથી જે તે સમયે  બે શખ્સ ધરપકડ કરી હતી અને સ્થળ પરથી  ત્રણ પ્રિન્ટિંગ મશીન મોટર બેલ્ટ મશીન બોટલ ફીલિંગ મશીન રૂપિયા 17.19 લાખની કિંમતનો 21,488 લિટર ડુપ્લીકેટ એન્જિન ઓઇલ, મોબાઈલ એક કાર રોકડા 5260 કુલ 23 લાખ 17 હજાર ચાલીસ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.

બનાવ બાદ એન્જીન ઓઈલ ની ચકાસણી માટે એફ એસ એલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જેનો રીપોર્ટ હવે આવતા કેસ્ટ્રોલ કમ્પનીના મેનેજર ગોવિંદન  રંગનાથન દ્વારા આરોપી અરૂણભાઇ ગણેશભાઇ કુંડારીયા મેહુલભાઇ નરેન્દ્રભાઇ ઠક્કર અને દિલ્હીના  સલમાન ખાન નામની વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેમાં ફેકટરીના મેનેજર  ગોવિંદન રંગનાથને નોધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસ ગુન્હો નોધી  તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ત્રણેય આરોપીઓએ  કેસ્ટ્રોલ કંપની તેમજ બીજી અન્ય કંપનીઓના ઓઈલના નામે હલકા પ્રકારના ગુણવંતાનુ ડુપ્લિકેટ ઓઈલ બનાવી કેસ્ટ્રોલ કંપની તથા અન્ય અલગ અલગ કંપનીઓનુ ડુપ્લિકેટ ઓઈલ તથા ઓઈલ બનાવવાના સાધનો તથા ગુનામા ઉપયોગ કરેલ કાર તથા મોબાઈલ ફોન તથા રોકડ રુપીયા મળી કુલ કિ.રુ. 23.38 લાખના મુદામાલ સાથે મળી આવેલ હોય જે ડુપ્લિકેટ ઓઈલના ડબ્બાઓ ઉપર કેસ્ટ્રોલ કંપનીના તેમજ અન્ય કંપની જેવા ઓઈલ ડબ્બાઓ/પાઉચ તૈયાર કરી તેની ઉપર કેસ્ટ્રોલ કંપની લગાવે છે તેવા સ્ટીકર આરોપી નં.(૩)સલમાન ખાન રહે.દિલ્લી વાળા પાસેથી બનાવડાવી મંગાવી જેનો ઉપયોગ કરી ડુપ્લિકેટ બનાવેલ ઓઈલ બજારમા વેચાણ કરી કેસ્ટ્રોલ કંપનીની તથા અન્ય કંપનીઓની પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડી હતી અને તેઓએ  કેસ્ટ્રોલ કંપની તથા અન્ય કંપનીઓ સાથે છેતરપીંડી ઠગાઈ કરી હતી  તથા ડુપ્લિકેટ માલ ભરી વેચાણ કરી તથા કંપનીને નુક્શાન કરવાના ઇરાદાથી કંપનીના નામે ડુપ્લિકેટ માલ વેચી ચેડા કરી લોકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.