Thursday - Aug 06, 2026

મોરબીમાં ઇન્સ્ટાગ્રામમાં પરસ્ત્રીના મેસેજની પૂછપરછ કરતા પતિએ પત્નીને બેલ્ટે-બેલ્ટે ફટકારી

મોરબીમાં ઇન્સ્ટાગ્રામમાં પરસ્ત્રીના મેસેજની પૂછપરછ કરતા પતિએ પત્નીને બેલ્ટે-બેલ્ટે ફટકારી

સાસુએ પણ ગાળો આપી તેમના પુત્રને કઈ ન કહેવા જણાવી શારીરિક માનસિક ત્રાસ આપ્યો

મોરબી : મોરબીના શનાળા ગામે રહેતા પરિણીતાએ પતિનો મોબાઈલ ચેક કરતા સોશિયલ મીડિયા ઇન્સ્ટગ્રામના મેસેન્જરમાં પતિએ કોઈ અન્ય સ્ત્રી સાથે મેસેજમાં વાતચીત કરી હોવાનું ધ્યાને આવતા પત્નીએ આ સ્ત્રી કોણ છે તેવું પૂછતાં પતિએ બેલ્ટ વડે માર મારી સાસુએ પણ ગાળો આપતા પરિણીતાએ બનાવ અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
 

મોરબીમાં ઇન્સ્ટાગ્રામમાં પરસ્ત્રીના મેસેજની પૂછપરછ કરતા પતિએ પત્નીને બેલ્ટે-બેલ્ટે ફટકારી

મોરબીના શનાળામાં નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સુનિતાબેન પ્રકાશભાઈ સોલંકીએ મહિલા પોલીસ મથકમાં આરોપી પતિ પ્રકાશભાઈ છગનભાઇ સોલંકી અને સાસુ નંદુબેન છગનભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પતિના મોબાઈલના ઇન્સ્ટાગ્રામ ચેક કરતા તેમાં કોઈ અનુ પરમારને મેસેજ કરેલા હોય સુનિતાબેને પતિ પ્રકાશને પૂછ્યું હતું કે, આ અનુ પરમાર કોણ છે ? જેથી પતિએ જવાબ આપ્યો ન હતો. બાદમાં ફરી વખત પૂછતાં પતિ પ્રકાશે બેલ્ટ વડે સુનિતાબેનને માર માર્યો હતો તેમજ તેમના સાસુ નંદુબેને પણ ગાળો આપી તેમના પુત્રને કઈ ન કહેવા જણાવી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો.અગાઉ પણ પતિ ત્રાસ આપતો હોય સુનિતાબેને પતિ અને સાસુ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.