મોરબી:- મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ ઓલ્વીન સીરામીક ફેક્ટરીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની રાહુલ નાયકે પોતાની પત્ની રાની ઉર્ફે પાયલ જાજરું ગયા બાદ પરત ના આવતા તપાસ કરતાં બેભાન હાલતમાં મળી આવ્યાનુ તાલુકા પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું, અને બીજી તરફ પોલીસને બનાવ શંકાસ્પદ જણાતા કોટક રાની રાજકોટ ફોરેન્સિક પીએમ કરાવતા ગળાના ભાગે ઓરડાના નિશાન હોવાનું સામે આવ્યું હતું તેમ જ બીજાના નિશાન જોવા મળ્યા હતા.
બના અંગે જાણવા મળતી વિગત મુજબ મૃતક રાનીના જેઠે રાણીના પિતા અર્જુનસિંહ મોડાજી નાયક ને રાની મૃત્યુ પામી હોવાની જાણ કરતાં તેઓ મોરબી દોડી આવ્યા હતા અને પોલીસ સમક્ષ જોકાવનારી હકીકત જાહેર કરતા જણાવ્યું હતું કે રાણીના પતિ આરોપી રાહુલ રોડાલા નાયકને તેના જ કારખાનામાં કામ કરતી રહેવાની સાથે પ્રેમ સંબંધ હોય બને પતિ પત્નીની જેમ જ રહેતા હતા અને રાણીને રસ્તામાંથી હટાવી દેવા પોતે તેને માનસિક ત્રાસ આપતા હોવાથી છેલ્લા ઘણા સમયથી રાની તેમના પિતા અર્જુનસિંહ સાથે રાજસ્થાન રહેતી હતી જેમાં એકાદ મહિના પૂર્વે રાહુલ રાજસ્થાન ગયો હતો અને હવે રાની સાથે ઝઘડો નહીં કરે તેમ કહી રાની અને રહેવાની ને બંનેને પત્ની તરીકે સાથે રાખશે તેમ કહી મોરબી લાવ્યો હતો.
પણ તેમ છતાં રાહુલે તેમની પત્નીને તેની પ્રેમિકા સાથે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને ગત તારીખ 23 ના રોજ રાહુલ અને રહેવાલીએ રાની નો કાટો કાઢી નાખવા માટે પોતાની ઓરડીમાં ગળો ટૂંકો આપી બાદમાં તેની લાશને ઓરડીમાંથી બહાર નીચે ઉતારી દઈ ઠંડા કલેજે રાની બેભાન હાલતમાં મળી આવવાનું જાહેર કર્યું હોવાનું જણાવ્યું હતું.
ફોરેન્સિક રિપોર્ટમાં હત્યા અંગે ખુલાસો થતા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી રાનીના પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરી હતી.