Saturday - May 02, 2026

મચ્છુ ત્રણ ડેમના પુલ ઉપરથી અજાણ્યા યુવકની છલાંગ...ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલું.

મચ્છુ ત્રણ ડેમના પુલ ઉપરથી અજાણ્યા યુવકની છલાંગ...ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલું.

મોરબી:- મચ્છુ ત્રણ ડેમના પુલ ઉપરથી યુવકે છલાંગ લગાવી હોવાની માહિતી મળતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ શરૂ કરવામાં આવ્યું છે...મળતી માહિતી પ્રમાણે જુના આરટીઓ પાસે મચ્છુ ત્રણ ડેમના પુલ ઉપરથી કોઈ અજાણ્યા યુવાને ડેમમાં ઝંપલાવી હોવાની માહિતી મળતા ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી, આરટીઓ પુલ પાસે ગઈકાલે બપોરના 2:30 વાગ્યા આસપાસ બાઈક પડ્યું હતું, જેની જાણ પોલીસ અને ફાયર વિભાગને થતા, શોધખોળ શરૂ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.