Friday - Jun 12, 2026

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને બાગાયત વિભાગની માર્ગદર્શિકા

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને બાગાયત વિભાગની માર્ગદર્શિકા

મોરબી:- મોરબી હવામાન ખાતાની આગાહી અનુસાર મોરબી જિલ્લામાં તારીખ 6/5/2025 થી 9/5/2025 સુધીમાં વરસાદની સંભાવના હોવાથી, જેને ધ્યાને લેતા નાયબ બાગાયત નિયામક મોરબી દ્વારા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોને કમોસમી વરસાદથી બચવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે.

  આ માર્ગદર્શિકા અનુસાર તૈયાર થયેલ ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા કાપણી કરેલ પાક ખુલામાં હોય તો તેને સલામત સ્થળે લઈ જઈ અથવા પ્લાસ્ટિક કે તાડપત્રી થી યોગ્ય રીતે ઢાંકી દઈ અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી તેની સલામતી કરવી, ઉત્પાદન અવસ્થાના બાગાયતી પાકોનો સુરક્ષિત રાખવા બાગાયતી પાકોમાં પિયત ટાળવું, આગાહી દરમિયાન કોઈપણ જંતુનાશક દવા સેન્દ્રીય ખાતરો કે હોર્મોન્સના છટકાવ કરવા નહીં, વાદળછાયુ વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભુકી છાર જેવા રોગ લાગવાની શક્યતાઓ હોવાથી જેના નિયંત્રણ માટે વાવેલ પાક ની જગ્યાનું અવલોકન કરતા રહેવું, અને જરૂર જણાય તો ફૂગનાશક અથવા જૈવિક દવાઓનો છટકાવ કરવાની ભલામણ બાગાયતી વિભાગ દ્વારા કરવામાં આવે છે,વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી મોરબીનો સંપર્ક કરવા માટે યાદીમાં જણાવ્યું છે.