વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામે ભોજન કરી પોતાના ઘર પાસે જ છાસની ખાલી કોથળી અને ખીચડી બહાર ફેકનાર વયોવૃદ્ધ પર બાજુમાં જ રહેતા પાડોશીએ લોખંડના ધારિયા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા રમેશભાઈ ગેલાભાઈ ધ્રાંગિયાએ આરોપી દેવશીભાઈ ગમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના મોટા બાપુ સાહેદ રાજાભાઈ વિહાભાઈ એકલવાયું જીવન ગાળે છે અને આરોપીના ઘરની બાજુમાં રહેતા હોય ગત તા.26ના રોજ રાત્રે વિહાભાઈએ પોતાના ઘર પાસે છાસની કોથળી અને ખીચડી બહાર ફેકયા હોય આરોપીએ ઝઘડો કરી ધારીયા વડે હાથમાં ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.