Saturday - Oct 03, 2026

મોરબીના જીકિયાળી નજીકનો ઘોડાધ્રોઈ ડેમ 80 ટકા ભરાયો

મોરબીના જીકિયાળી નજીકનો ઘોડાધ્રોઈ ડેમ 80 ટકા ભરાયો

મોરબી : મોરબી જિલ્લામાં મોરબી, માળીયા મિયાણા અને હળવદ પંથકમાં ભારે વરસાદને પગલે મોરબીના જીકિયાળી નજીક આવેલ ઘોડાધ્રોઈ ડેમમાં નવા પાણીની ધીંગી આવક થતા હાલમાં ડેમ 80 ટકા ભરાઈ ગયો છે અને હજુ પણ આવક ચાલુ હોય ડેમના દરવાજા ખોલવા પડે તેમ હોય મોરબીના જીકિયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ,સાપર, જેતપર મચ્છુ અને માળીયા મિયાણા તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચીખલી ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે.