Sunday - Oct 04, 2026

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના  તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

ધોરણ 8થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી 60 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર સહિતની ભેટ આપી પ્રોત્સાહિત કરાયા

મોરબી : સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ તા. 2 ઓક્ટોબર, 2026ના રોજ વ્યાસ જ્ઞાતિની વાડી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 8થી 12 તેમજ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં 60 ટકાથી વધુ ગુણ મેળવનાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવામાં આવી હતી.

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના  તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

સમારોહમાં વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, પાણીની બોટલ, ફોલ્ડર ફાઇલ, પેન બોક્સ અને કંપાસ બોક્સ સહિતની ભેટ અર્પણ કરવામાં આવી હતી. પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવવાની સાથે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
 
મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના  તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

આ પ્રસંગે મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિત જ્ઞાતિના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સતત પ્રગતિ કરી પરિવાર અને સમાજનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી. નવી પેઢીમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધે તેવા હેતુથી યોજાયેલા આ સમારોહને સફળ બનાવવા જ્ઞાતિના કારોબારી સભ્યો તથા યુવા ટીમે જહેમત ઉઠાવી હતી.

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના  તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના  તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન