Wednesday - Jun 17, 2026

મોરબીમાં જીવન જરૂરી રાશન કિટ અર્પણ કરી 20 જરૂરિયાતમંદ માતાઓનું સન્માન

મોરબીમાં જીવન જરૂરી રાશન કિટ અર્પણ કરી 20 જરૂરિયાતમંદ માતાઓનું સન્માન

અધિક માસની અમાસ નિમિત્તે મુસ્કાન વેલફેર સોસાયટીએ માતા પ્રત્યેની અનેરી મમતાની મિશાલ કાયમ કરી

મોરબી : કહેવાય છે કે ઈશ્વર બધે જ પહોંચી શકતો નથી એટલે તેણે માં નું સર્જન કર્યું છે. આથી જ આવા ઈશ્વર કરતા પણ શ્રેષ્ઠ માતાઓ પ્રત્યે મમતા દર્શાવવા માટે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટીએ પવિત્ર અધિક માસ નિમિતે માતાઓનું વિશેષ રીતે સન્માન કરીને માતૃશક્તિની સેવાથી જ ભગવાનની ભક્તિથી પરમ આધ્યાત્મિકતા પામી શકાય હોવાની મિશાલ કાયમ કરી છે. તમામ જરૂરીયાતમંદોના અંધકારમય જીવનમાં સુખનો ઉજાશ ફેલાવવા માટે સક્રિય પ્રયાસો કરતી મુસ્કાન વેલફેર સોસાયટીએ અધિક માસ નિમિત્તે  20 જરૂરિયાતમંદ માતાઓને સ્નેહથી હાથે બનાવેલા સ્વાદિષ્ટ પકવાન ખવડાવી જીવન રક્ષક કીટ આપીને પોતાની માતાની જેમ જ પૂજન કરીને દરેક માતાઓનો આ રીતે આદર કરો એટલે ભગવાનની આપોઆપ કૃપાદ્રષ્ટિ રહેશે તેવો જન જન સુધી મેસેજ પહોંચાડ્યો છે.

મોરબીમાં જીવન જરૂરી રાશન કિટ અર્પણ કરી 20 જરૂરિયાતમંદ માતાઓનું સન્માન

મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓથી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતી મહિલાઓ સંચાલિત મુસ્કાન વેલ્ફેર સોસાયટીના અગ્રણી મહિલા રંજનાબેન સારડાએ જણાવ્યું હતું કે, હિંદુ ધર્મમાં અધિક માસની અમાસનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ હોય આ માસમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ સાથે દાન, પુણ્ય, સેવા અને જરૂરિયાતમંદોની મદદ કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. વડીલો અને માતૃશક્તિની સેવા કરવી એ સર્વોત્તમ પુણ્ય માનવામાં આવે છે. આથી આ ભાવનાને સાકાર કરવા મુસ્કાન વેલફેર સોસાયટીએ માતાઓને પ્રેમ અને સન્માન સાથે ભોજન કરાવ્યું હતું. ઉપરાંત તમામ 20 માતાઓને દૈનિક જીવન માટે ઉપયોગી એવી બેઝિક રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને દરેક માતાને એક છત્રી તેમજ ગરમીથી રાહત મળે તે હેતુથી શરબતની બોટલ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન માતાઓના ચહેરા પર પ્રસન્નતા અને સંતોષની લાગણી જોવા મળી હતી. સમાજના વડીલો અને માતૃશક્તિ પ્રત્યે માન, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મુસ્કાન વેલફેર સોસાયટીનો આ એક નમ્ર પ્રયાસ હતો.