Monday - May 04, 2026

મોરબી તાલુકા પંચાયતના ૫ વર્ષ પૂર્ણ થતાં સન્માન સમારોહ યોજાયો, ૩૫ વર્ષથી સેવારત પટાવાળાને 'એકટીવા'ની ભેટ

મોરબી તાલુકા પંચાયતના ૫ વર્ષ પૂર્ણ થતાં સન્માન સમારોહ યોજાયો, ૩૫ વર્ષથી સેવારત પટાવાળાને 'એકટીવા'ની ભેટ

મોરબી: મોરબી તાલુકા પંચાયતની વર્તમાન ચૂંટાયેલી બોડીના પાંચ વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ થતાં એક વિશેષ સન્માન અને આભાર દર્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વહીવટી કામગીરી અને વિકાસના કાર્યોમાં સહયોગ આપનાર તમામ સદસ્યો, કર્મચારીગણ તેમજ અન્ય માધ્યમથી યોગદાન આપનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી તાલુકા પંચાયતના ૫ વર્ષ પૂર્ણ થતાં સન્માન સમારોહ યોજાયો, ૩૫ વર્ષથી સેવારત પટાવાળાને 'એકટીવા'ની ભેટ

નિષ્ઠાવાન કર્મચારીની અનોખી કદર

આ કાર્યક્રમનું સૌથી પ્રેરણાદાયક પાસું એક નિષ્ઠાવાન કર્મચારીનું સન્માન રહ્યું હતું. મોરબી તાલુકા પંચાયતમાં છેલ્લા ૩૫ વર્ષથી પણ વધુ સમયથી આઉટસોર્સિંગના માધ્યમથી પટાવાળા તરીકે અવિરત ફરજ બજાવતા દિલીપભાઈની સેવાઓની ખાસ કદર કરવામાં આવી હતી. તેમના આ લાંબા અને સમર્પિત સેવાકાર્યને માન આપીને તાલુકા પંચાયત પરિવાર, તલાટી મંત્રીઓ અને કોન્ટ્રાક્ટરોના સંયુક્ત ઉપક્રમે દિલીપભાઈને ભેટ સ્વરૂપે 'એકટીવા' બાઈક અર્પણ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પંચાયતના ૫ વર્ષ પૂર્ણ થતાં સન્માન સમારોહ યોજાયો, ૩૫ વર્ષથી સેવારત પટાવાળાને 'એકટીવા'ની ભેટ

મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ટંકારા-પડધરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા અને તાલુકા પંચાયતના તમામ સભ્યો, જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ પ્રમુખના પરિવારજનો અને સ્નેહીજનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.