Thursday - Jul 02, 2026

ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી આવી પહોંચ્યા, લોકો સાથે સંવાદ કરી અધિકારીઓ સાથે કરશે બેઠક

ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી આવી પહોંચ્યા, લોકો સાથે સંવાદ કરી અધિકારીઓ સાથે કરશે બેઠક

 મોરબી : ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે સાંજે મોરબીની મુલાકાતે આવી પહોંચ્યા છે. ગૃહમંત્રીનું એસપી કચેરી ખાતે પોલીસ અધિકારીઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે   તેઓ લોકો સાથે સંવાદ કરી અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા સંદર્ભે મહત્વની બેઠક કરશે.

સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છ જિલ્લામાં ઉપસ્થિત રહીને અરજદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી તેઓ સાંજે 5:30 વાગ્યે મોરબીમાં એસપી કચેરી ખાતે પધાર્યા છે. અહીં પોલીસ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. અહીં તેઓ દ્વારા અરજદરોને સાંભળવામાં આવશે. ત્યારબાદ તેઓ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.