મોરબીના જાણીતા પ્રખર વિદ્વાન જ્યોતિષાચાર્ય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે જણાવ્યું હતું કે હોળાષ્ટક પ્રારંભ : તા.24.2.2026 ને મંગળ વાર થી સવારે 7.00કલાકે થી....
હોળાષ્ટક પરીપૂર્ણ :- 2/3/2026 સાંજે 5.56મિ.
હોળાષ્ટક દરમિયાન માંગલિક કાર્યો જેવાકે સગાઈ ,લગ્ન , વાસ્તુ શાંતિ, જનોઈ , ખાત મુર્હૂત જેવા કાર્ય માં બ્રેક લાગશે.
તેમજ દેવ ના કાર્યો જપ, તપ, દાન કથા , લઘુરુદ્ર,મંત્રજાપ ,પિતૃ શ્રાદ્ધ વગેરે થઈ શકશે
હોળાષ્ટક દરમિયાન શું ન કરવું?
- ઘરનું નિર્માણ કાર્ય ન કરવું.
- ઘરમાં રિપેરિંગ જેવા કામ પણ હોળાષ્ટક દરમિયાન ન કરવા.
- હોળાષ્ટકમાં લગ્ન, સગાઈ, મુંડન જેવા માંગલિક કાર્ય ન કરવા.
- હોળાષ્ટક દરમિયાન ગૃહપ્રવેશ પણ ન કરવો.
- નવી વસ્તુની ખરીદી માટે પણ હોળાષ્ટક શુભ સમય નથી.
- કોઈપણ કામની શરુઆત પણ હોળાષ્ટક દરમિયાન ન કરવી.
હોળાષ્ટકનું પૌરાણિક કારણ::
હોળાષ્ટકને ભક્ત પ્રહલાદને આપવામાં આવેલી યાતનાઓના કારણે અશુભ માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપે ફાગણ સુદ આઠમથી લઈ પૂનમ સુધીમાં કઠોર યાતનાઓ આપી હતી જેથી ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી દે. આ દિવસો દરમિયાન પ્રહલાદે મૃત્યુ સમાન કષ્ટ સહન કર્યા હતા તેથી આ 8 દિવસોને શોક, કષ્ટ અને અશુભ સમયનું પ્રતીક ગણવામાં આવે છે. આ કારણથી હોળાષ્ટકમાં સારા કાર્યો ન કરવા અને ભગવાનની ભક્તિ કરવાનું વિધાન છે.
હોળાષ્ટકનું જ્યોતિષીય કારણ::
હોળાષ્ટકના દિવસો અશુભ હોવા પાછળ જ્યોતિષીય ગણના પણ જવાબદાર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળાષ્ટકના જે 8 દિવસો હોય છે તેમાં આઠ ગ્રહો ઉગ્ર અવસ્થામાં હોય છે. દરેક દિવસ ગ્રહની ઉગ્રતાનો પ્રભાવ ધરાવે છે. આ સમય દરમિયાન મંગળ, રાહુ, ચંદ્ર, શુક્ર, ગુરુ, બુધ, શનિ, સૂર્ય અને ચંદ્ર ઉગ્રતાના કારણે નકારાત્મક પ્રભાવ વધારે પાડે છે જેના કારણે સારા કાર્ય કરવા માટે આ સમય અનુકૂળ નથી ગણાતો.
હોળાષ્ટકમાં શુભ કામ કરવામાં આવે તો શું થાય ?
કોઈપણ શુભ કામ કરવાનું હોય તો મુહૂર્તની સાથે ગ્રહોની અનુકૂળતા પણ જોવામાં આવે છે. અગાઉ જણાવ્યું તેમ હોળાષ્ટક દરમિયાન ગ્રહો તેની ઉગ્ર અવસ્થામાં હોય છે. આ સ્થિતિમાં વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા, માનસિક શાંતિ પ્રભાવિત થતી હોય છે. તેથી આ સમયે વ્યક્તિ યોગ્ય નિર્ણય લેવાની સ્થિતિમાં નથી હોતી. આ સિવાય હોળાષ્ટક દરમિયાન કેટલાક અશુભ પ્રભાવો વધારે જોવા મળે છે. જેમકે વ્યક્તિમાં ક્રોધ વધી જાય છે, સંઘર્ષની સ્થિતિ સર્જાઈ શકે છે, સ્વભાવની ઉગ્રતાના કારણે વિવાદ થઈ શકે છે. આવી માનસિક સ્થિતિમાં શુભ કામ કરો તો તેમાં પણ વિઘ્ન આવી શકે છે. તેથી હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો ટાળી વ્યક્તિ ઇષ્ટદેવ નું સ્મરણ કરવું .
ભાગવતાચાર્ય
શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે
(સંસ્કૃત વિશારદ જ્યોતિષ રત્નમ M.com, b.ed)
મો.8000911444