Friday - Apr 24, 2026

મોરબીમાં ઓડિશાવાસીઓ દ્વારા ઉજવાતો દુર્ગાપૂજાનો ઇતિહાસ રસપ્રદ

મોરબીમાં ઓડિશાવાસીઓ દ્વારા ઉજવાતો દુર્ગાપૂજાનો ઇતિહાસ  રસપ્રદ

મોરબી : મોરબીમાં ઓડિશાવાસીઓ દ્વારા ઉજવાતો દુર્ગાપૂજાનો ઇતિહાસ  રસપ્રદ છે. જેમાં 2011ની સાલથી મોરબીમાં શાંતિ ભુવન સોસાયટીમાં શોભેશ્વર રોડે જય જગન્નાથ ગ્રુપ દ્વારા આયોજિત દુર્ગાપૂજા પૂજાનો ઇતિહાસ અનેરો છે.

મોરબીમાં દુર્ગાપૂજાની શરૂઆત શ્રીધર દાસજીએ સૌપ્રથમવાર સૌ ઓરિસ્સાવાસીઓને એકત્રિત કરીને 2011ની સાલમાં કરી હતી.
જે અવિરત પણે આજ દિન સુધી કોરોના કાળને બાદ કર્યા પછી ચાલુ જ છે. નવરાત્રી દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં દુર્ગાપૂજાનો મહોત્સવ ઉજવાય રહ્યો છે.ઓરિસ્સાની અંદર જેમ જગન્નાથ પ્રભુની રથયાત્રાનો અનેરો મહત્વ છે એવી જ રીતે ત્યાં દુર્ગા પૂજા પણ ઉલ્લાસ ભેર ઉજવવામાં આવે છે. આ દુર્ગા પૂજામાં હવે જય જગન્નાથ ગ્રુપમાં ઘણા બધા કાર્યકરો ભેગા મળીને આ દુર્ગા પૂજાને હર્ષ ઉલ્લાસથી દર વર્ષે સંપન્ન કરે છે.ઓરિસ્સાના વતનીઓ તરફથી સર્વે મોરબીવાસીઓને દુર્ગાપૂજાની શુભકામનાઓ પાઠવી છે

મોરબીમાં ઓડિશાવાસીઓ દ્વારા ઉજવાતો દુર્ગાપૂજાનો ઇતિહાસ  રસપ્રદ