Thursday - Jul 02, 2026

મોરબીમાં દરજી સમાજ દ્વારા ઐતિહાસિક આયોજન: સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર ભવ્ય 'સામૂહિક મહારુદ્રી' યજ્ઞ સંપન્ન

મોરબીમાં દરજી સમાજ દ્વારા ઐતિહાસિક આયોજન: સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર ભવ્ય 'સામૂહિક મહારુદ્રી' યજ્ઞ સંપન્ન

​મોરબી:ગઈકાલે પવિત્ર મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબીના આંગણે મચ્છુ કઠીયા સઈ-સુતાર (દરજી) ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય અને ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સમગ્ર દરજી સમાજ શિવભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો.

​ગુજરાતમાં સૌપ્રથમ વખત  આયોજન:

આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે, સમગ્ર ગુજરાતમાં દરજી સમાજમાં સૌપ્રથમ વખત આવા સામૂહિક રુદ્રાભિષેક અને મહારુદ્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા ક્યારેય સમાજિક સ્તરે આ પ્રકારનું આયોજન થયું નથી, જે મોરબી દરજી સમાજ માટે ગૌરવની બાબત છે.
 
મોરબીમાં દરજી સમાજ દ્વારા ઐતિહાસિક આયોજન: સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર ભવ્ય 'સામૂહિક મહારુદ્રી' યજ્ઞ સંપન્ન

​કાર્યક્રમની મુખ્ય ઝલક:

​આયોજક: મચ્છુ કઠીયા સઈ-સુતાર (દરજી) ટ્રસ્ટ - મોરબી.
​યજમાનોની સંખ્યા: આ પવિત્ર કાર્યમાં કુલ ૧૧૬ યજમાનોએ પૂજામાં બેસીને લ્હાવો લીધો હતો.
​દંપતીઓ: જેમાં ૫૦ દંપતીઓ જોડાઈને શિવ પૂજામાં સહભાગી થયા હતા.

​સમાજમાં અનેરો ઉત્સાહ:

મચ્છુ કઠીયા સઈ-સુતાર (દરજી) જ્ઞાતિના પ્રમુખ દીપકભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર, માત્ર જાહેરાત કર્યાના ટૂંકા ગાળામાં જ જ્ઞાતિજનો તરફથી જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો અને સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મોરબીમાં દરજી સમાજ દ્વારા ઐતિહાસિક આયોજન: સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર ભવ્ય 'સામૂહિક મહારુદ્રી' યજ્ઞ સંપન્ન

​આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ટ્રસ્ટી મંડળ અને યુવા કાર્યકરો રાત-દિવસ મહેનત કરી રહ્યા હતા. યુવાનોની તનતોડ મહેનત અને વડીલોના માર્ગદર્શનથી આ કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હતો અને સમગ્ર દરજી સમાજ ભક્તિભાવપૂર્વક શિવમય બની ગયો હતો.