ટંકારાના હીરાપર ગામના રવજીભાઈ ગોવિંદભાઈ ફેફરનું તારીખ 25 જાન્યુઆરીના રોજ અવસાન થયું હતું. તેમને સંતાનમાં છ દીકરીઓ છે. દીકરો ન હોય દીકરીઓએ દીકરાની ખોટ પૂરી કરવા પિતાની તમામ અંતિમવિધિ કરી હતી. સ્વર્ગસ્થ રવજીભાઈ ફેફરની છ દીકરીઓ શારદાબેન, ચંદ્રિકાબેન, મંજુલાબેન, શુશીલાબેન, મીત્તલબેન અને પારૂલબેને પિતાને કાંધ આપી હતી અને સ્મશાન ગૃહમાં જઈને પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો. આમ દીકરીઓએ દીકરાની ખોટ પૂરીને સમાજને નવો રાહ ચિંધ્યો હતો.