કઝારીયા ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણના જતનનો સંદેશ અપાયો
મોરબીના કઝારીયા ગ્રૂપમાં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને કંપનીના ડિરેક્ટરોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમાજ અને કંપનીના વર્કરો વ્યસન મુક્ત બની તંદુરસ્ત સમાજનું નિમાર્ણ કરે તેવો સંદેશ આપતા ચિત્રોની હરીફાઈ યોજવામાં આવી હતી.જેમાં કંપનીના વર્કરોએ ઉત્સાહભેર ભાગ લઈ વ્યસન મુક્તિના ચિત્રો દોરીને પોતે તેમજ પોતાના બાળકોને વ્યસનથી દૂર રાખી સમાજને તંદુરસ્ત બનાવશે તેવો સંકલ્પ કર્યો હતો. આથી હરીફાઈમાં વિજેતા થનારને પ્રોત્સાહિત ઇનામો આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતુ. ખાસ હાલ ગ્લોબલ વોમીગનો ખતરો હોય તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય પર્યાવરણનું બેલેન્સ જણાવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ કંપનીના વિકાસ માટે સહિયારા સાથની જરૂર હોવા પર ભાર મુક્યો હતો.
મોરબીના કઝારીયા ગ્રૂપમાં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણી તો મોટાભાગની જગ્યાએ થાય છે પણ કઝારીયા ગ્રુપે એમાં નવતર ચીલો પાડ્યો છે. ખાસ કરીને કઝારીયા ગ્રુપ પોતાની કંપનીના વિકાસ માટે કે અંગત સ્વાર્થ ખાતર પર્યાવરણનો કયારેય ભોગ લેતું નથી. જીરો પોલ્યુશનથી કંપની ચલાવવામાં આવે છે.ત્યારે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણનું જતન કરવા આ કંપની દ્વારા તા.1થી 26 જાન્યુઆરી સુધી વૃક્ષોનું વાવેતર શરૂ કરવામાં આવ્યું હતું અને 26 દિવસમાં લીલોછમ છાંયડો આપતા 3 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આથી આ વિસ્તારમાં જીરો પોલ્યુશન રહે તે માટે કઝારીયા ગ્રુપ આસપાસ આ વૃક્ષો વાવીને તેનું કાળજી રાખી જતન કરવામાં આવશે તેમ કંપનીના ડિરેક્ટર અશોક કઝારીયા અને રિશી કઝારિયાએ જણાવ્યું છે.
