મોરબીના કજારીયા ગ્રૂપમાં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને કંપનીના ડિરેક્ટરોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમાજ અને કંપનીના વર્કરો વ્યસન મુક્ત બની તંદુરસ્ત સમાજનું નિમાર્ણ કરે તેવો સંદેશ આપતા ચિત્રોની હરીફાઈ યોજવામાં આવી હતી.જેમાં કંપનીના વર્કરોએ ઉત્સાહભેર ભાગ લઈ વ્યસન મુક્તિના ચિત્રો દોરીને પોતે તેમજ પોતાના બાળકોને વ્યસનથી દૂર રાખી સમાજને તંદુરસ્ત બનાવશે તેવો સંકલ્પ કર્યો હતો. આથી હરીફાઈમાં વિજેતા થનારને પ્રોત્સાહિત ઇનામો આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતુ. ખાસ હાલ ગ્લોબલ વોમીગનો ખતરો હોય તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય પર્યાવરણનું બેલેન્સ જણાવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ કંપનીના વિકાસ માટે સહિયારા સાથની જરૂર હોવા પર ભાર મુક્યો હતો.