Wednesday - May 06, 2026

મોરબીના SP રોડ પર તારીખ 15/3/26ને રવિવારે યોજાશે હિન્દૂ મહાસંમેલન.

મોરબીના SP રોડ પર તારીખ 15/3/26ને રવિવારે યોજાશે હિન્દૂ મહાસંમેલન.

મોરબીઃ મોરબી શહેરના રવાપર વિસ્તારમાં હિન્દુ મહાસંમેલન સમિતિ- એસ. પી. રોડ દ્વારા ભવ્ય 'હિન્દુ મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. "હિન્દુ જાગશે, તો રાષ્ટ્ર જાગશે” ના મંત્ર સાથે યોજાનારા આ કાર્યક્રમમાં સામાજિક સમરસતા, પર્યાવરણ જાગૃતિ, સ્વદેશી પ્રત્યે પ્રતિબદ્ધતા, નાગરિક કર્તવ્યો અને કુટુંબ પ્રબોધન જેવા મહત્વના વિષયો પર ભાર મૂકવામાં આવશે. આ સંમેલન તારીખ : ૧૫/૩/૨૦૨૬, રવિવારના રોજ રાત્રે ૮/૩૦ કલાકે દ્વારા દેવ ફાર્મ,એસ. પી.રોડ ખાતે યોજાશે. 
 

મોરબીના SP રોડ પર તારીખ 15/3/26ને રવિવારે યોજાશે હિન્દૂ મહાસંમેલન.

આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક સમિતિ દ્વારા વિશાળ સ્તરે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ઉમીયા આશ્રમના સ્વામી નિરંજનદાસજી મહારાજ આશિર્વચન પાઠવશે. વક્તા તરીકે પ્રખર વકતા તરીકે પ્રાસલાના ધર્મબંધુજી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. ઉપરાંત RSSના વિજયભાઈ રાવલ વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે. આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મની સેવા, સંસ્કારોનું સિંચન અને સમાજમાં સંગઠન ભાવના મજબૂત બનાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન આકર્ષક શૌર્ય રાસ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે, જે ઉપસ્થિત જનસમુદાયને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉર્જાથી પ્રેરિત કરશે. આયોજકો દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને પરિવાર સાથે હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.