Tuesday - Jul 07, 2026

ભારે વરસાદથી માળીયા હાઇવે ઉપર મસમોટા પોપડા ઉખડયા

ભારે વરસાદથી માળીયા હાઇવે ઉપર મસમોટા પોપડા ઉખડયા

 મોરબીના મચ્છુ ડેમ -2 ડેમાંથી અઢી લાખ ક્યુસેકથી પણ વધુ માત્રામાં પાણી છોડાતા માળીયા પંથકમાં પુરથી પરિસ્થિતિ સર્જાઈ હતી અનેક ગામો ડૂબી ગયા હતા અને ઠેરઠેર સ્થળાંતર કરવામાં આવ્યું છે.ત્યારે માળીયાના હાઇવેના ખૂબ જ બુરા હાલ થયા હતા.ભારે વરસાદથી માળીયા હાઇવે ઉપર મસમોટા પોપડા ઉખડયા હતા. ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા હોય એમ માળીયા હાઇવે ઉપર મસમોટા ડામરના પોપડા ઉપસી આવતા વાહન વ્યવહાર પર ખૂબ જ માંથી  અસર પડી છે. જો કે આવા જોખમી પોપડાથી અકસ્માત થવાની ભીતિ સેવાય રહી  છે. માળીયા કચ્છ હાઇવે હજુ શરૂ માંડ માંડ ઘયો છે. ત્યાંજ માળીયા હાઇવે ઠેરઠેર ખાડે ખાડા થઈ ગયા છે. આખો હાઇવે ખાડાના અખાડામાં ફેરવાયો હોય તેવી કપરી સ્થિતિ સામે આવી છે. ગાડીઓ એકદમ ધીમીધારે જ ચલાવી પડે ઝડપથી ચલાવો તો ગાડી ગેરેજમાં જાય અથવા ગાડી ચલાવનાર હોસ્પિટલમાં જાય તેવી  રોડની ખરાબ હાલત થઈ ગઈ છે.

ભારે વરસાદથી માળીયા હાઇવે ઉપર મસમોટા પોપડા ઉખડયા